ગામનો ઈતિહાસ:
સવંત-૧૪૨૪ માં રવદ ગામ વસ્યું.સર્વપ્રથમ વસવાટ ગામમાં નાડોદા-રાજપુત જ્ઞાતિના નાથાભા વઢેર અને પછીથી સુરેલા ઠાકોર વસેલા.ગામનું તોરણ બાંધવાનું મુહુર્ત સુરેલા ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું.ગામ ટોડાની માતાજી બહુચરાજી છે.ગામનું ગામતળાવ નાડોદા-રાજપુતોએ વસવાટ કરી ગળાવેલું; જેનું નામ મેણાસર તળાવ રાખેલું છે. તેના કિનારે શંકરભગવાનનું મંદિર આવેલું છે તે પણ નાડોદા-રાજપુત જ્ઞાતિના લોકોએ બંધાવેલ તેવો ઈતિહાસ સાક્ષી છે.ગામમાં પૂર્વ દિશાએ હરખાભા હરપાલભા વઢેરનો પાળિયો આવેલો છે;જેઓ ગાયની વારે ચઢ્યા હતા અને વીરગતી પામ્યા હતા.
ગામની વિશેષતામાં ચાસવા ઓર્ગેનિક ઘં ગુજરાતમાં પ્રખ્યાત છે. ગામથી થોડે દૂર સુવિખ્યાત હનુમાનજીનું મંદિર-મઢી (બાલા હનુમાન કટી-રવદ)આવેલું છે જ્યાં ગુરુપૂર્ણિમાનો મેળો ભરાય છે ત્યાં બ્ર.પ.પૂ.સંતશ્રી ભક્તાનંદ બાપુ એ જગ્યાનો વિકાસ કર્યો હતો.
ગામમાં નવરાત્રીની ગરબી એક દિવસ અગાઉ અમાવાસ્યાના દિવસે નીકળે છે જ્યારે દશેરાના દિવસે નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. વઢિયાર વિસ્તારમાં કોતરણી,ફર્નીચરના સુથારીકામ માટે રવદગામના ‘ મિસ્ત્રી ’ખ્યાતિ ધરાવે છે. ગામમાંથી આફ્રિકાના ટાંન્ઝાનિયામાં કાનજીભાઈ અમથાભાઈ પટેલ (NRI) વસવાટ કરે છે. એમણે આ શાળાને કાર્યાલય માટે રૂમ બંધાવી આપ્યો છે.
No comments:
Post a Comment